Pages

ઉચ્ચતમ પગાર 2.50 લાખ આપવામાં નડી રહી છે કાનૂની મુશ્કેલીઓ, રાષ્ટ્રપતિથી વધુ પગાર કેવી રીતે?

સાતમા પગારપંચની ભલામણોને મંજૂરી મળી ગયા બાદ મેક્સિમમ પગાર 2.50 લાખ રૂપિયા આપવાને લઈને કાનૂની અવરોધો સામે આવ્યા છે. કેબિનેટ સચિવ અને આર્મી ચીફ જેવા હાઈ રેન્ક ઓફિસર્સને મળતો બેઝિક પગાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના બેઝિક પગાર કરતા 1 લાખ રૂપિયા વધારે થઈ ગયો છે. જ્યારે નિયમ એ છે કે, કોઈ પણ સરકારી ઓફિસરનો બેઝિક પગાર રાષ્ટ્રપતિથી વધારે ન હોઈ શકે. 

આ મામલે માત્ર પીએસયૂ અને ઓટોનોમસ બોડીના ઓફિસરોને છૂટ મળી છે. ઉલ્લેખનીય છે રાષ્ટ્રપતિનો વર્તમાન પગાર 1.50 લાખ રૂપિયા છે. આવું પ્રથમવાર બન્યું છે કે, રાષ્ટ્રપતિથી વધારે બેઝિક સેલેરી કેબિનેટ સચિવને મળશે.

શું પગારપંચના ચેરમેનની છે ભૂલ? 

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારની કેબિનેટે બુધવારે સાતમા પગારપંચની ભલામણોને મંજૂરી આપી દીધી હતી.

જેના હેઠળ દરેક ક્લાસના કર્મચારીઓનો બેઝિક પગાર 2.57 ગણો વધશે. 

મંજૂર કરાયેલા પગાર ધોરણો
- ઓછામાં ઓછો બેઝિક પગાર 7 હજારથી વધારીને 18 હજાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે વધુમાં વધુ, બેઝિક સેલરીને કેબિનેટ સચિવ જેવા રેન્કના ઓફિસર્સ મામલે 90 હજારથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દીધો છે.
- સાતમા પગારપંચના ચેરમેન જસ્ટિસ અશોક કુમાર માથુરે ભાસ્કરડોટકોમ સાથે એક્સક્લૂસિવ વાતચીમાં જણાવ્યું કે, ખરેખર કેબિનેટ સચિવનો 2.50 લાખ રૂપિયાનો બેઝિક પગાર રાષ્ટ્રપતિ કરતા વધારે થઈ ગયો છે. કાયદાકીય રીતે આમ ન થવું જોઈએ. હવે તેના પર સરકાર તરફથી પરીપત્રો બહાર પાડીને ઉકેલ લાવવામાં આવશે.
- જ્યારે, પંચના સલાહકાર રાજીવ મિશ્રાએ કહ્યું છે કે, 'હા, અમારાથી આ મામલે ભૂલ થઈ છે. ટૂંક સમયમાં પરિપત્રો બહાર પાડીને સુધારો કરવામાં આવશે.'

હવે શું થઈ શકે?
- સરકાર પાસે તેને સુધારવા માટે હવે બે રસ્તા છે.
- પહેલોઃ કેબિનેટ સચિવનો પગાર ઘટાડીને રાષ્ટ્રપતિના બેઝિક પગારથી ઓછો કરી દે. જોકે, આ શક્યતા ઓછી છે.
- બીજોઃ રાષ્ટ્રપતિનો બેઝિક પગાર વધારીને 2.50 લાખ રૂપિયાથી વધારે કરી દેવામાં આવે અને તેને 1 જાન્યુઆરી, 2016ની બેક ડેટથી લાગુ કરવામાં આવે.
- સૂત્રો પ્રમાણે, સરકાર ટૂંક સમયમાં જ પરિપત્ર બહાર પાડીને રાષ્ટ્રપતિના બેઝિક પગારને વધારશે જેથી કાયદાકીય ગૂંચથી બચી શકે.
- કેન્દ્રના કર્મચારીઓને નવો પગાર આપે તે પહેલા આ પરિપત્ર બહાર પાડી શકે છે.
- આ પરિપત્રમાં રાષ્ટ્રપતિની સાથે-સાથે વડાપ્રધાનનો બેઝિક પગાર વધારાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

શું છે રાષ્ટ્રપતિના પગારનો નિયમ?

- લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ અને બંધારણીય નિષ્ણાત સુભાષ કશ્યપે જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ નાગરિક છે. નિયમ પ્રમાણે, કોઈ પણ સરકારી કર્મચારીનો બેઝિક પગાર રાષ્ટ્રપતિ કરતા વધારે ન હોઈ શકે.'
- ઉલ્લેખનીય છે કે, સાતમા પગારપંચે કેબિનેટ સેક્રેટરી, કેગ અને આર્મી ચીફનો બેઝિક પગાર 90 હજારથી વધારીને 2.50 લાખ રૂપિયા કરી દીધો છે. જે રાષ્ટ્રપતિના બેઝિક પગારથી 1 લાખ રૂપિયા વધારે છે.
- આ બધાના એપોઇમેન્ટ લેટર પર રાષ્ટ્રપતિ તરફથી નોકરી આપવાની વાત લખેલી હોય છે. એક સીધો સાદો નિયમ એ છે કે નોકરીયાતનો પગાર નોકરીએ રાખનારાથી વધારે ન હોઈ શકે. અર્થાત ઓફિસરનો બેઝિક પગાર રાષ્ટ્રપતિથી વધારે ન હોઈ શકે.

પીએમ મોદીનો પગાર પણ છે 90 હજારથી ઓછો

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક પગાર 1.60 લાખ રૂપિયા છે, જે હવે કેબિનેટ સચિવને મળતા બેઝિક પગારથી 90 હજાર રૂપિયા ઓછો છે.
- સાંસદોને 1.40 લાખ રૂપિયા માસિક પગાર મળે છે. તેમાં 50 હજાર રૂપિયા બેઝિક, 45-45 હજાર રૂપિયા ઓફિસ-સેક્રેટરી ભથ્થું અને ચૂંટણી ક્ષેત્રના ભથ્થા સામેલ છે.
- ઉલ્લેખનીય છે કે, સાંસદ પણ તેમનો પગાર બેગણો કરવાની માંગણી કરી રહ્યા છે.

70 વર્ષમાં સૌથી ઓછો વધારો, હડતાલની તૈયારીમાં 32 લાખ કર્મચારીઓ

- સાતમા પગારપંચનો ફાયદો કેન્દ્ર સરકારના 47 લાખ કર્મચારીઓ અને 53 લાખ પેન્શનર્સને થશે.
- તેમાંથી 32 લાખ એટલે કે 70% સરકારની આ જાહેરાતથી નારાજ છે. તેમનું કહેવું છે કે, 14 ટકા પગાર વધારવામાં આવી રહ્યો છે જે 70 વર્ષમાં સૌથી ઓછો છે.
- આ કર્મચારીઓની સંયુક્ત સમિતિ એનજેસીએનું કહેવું છે કે, 'આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પગારપંચ છે. સરકાર ઓછામાં ઓછો પગાર 18 હજારથી વધારીને 26 હજાર રૂપિયા કરે. આમ ન થયું તો 32 લાખ કર્મચારીઓ 11 જુલાઈથી હડતાલ પર જશે.'

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ક્યારથી અને કેટલો મળશે નવો પગાર, એરિયર્સના પૈસાને લઈ શું છે સરકારનો ફોર્મ્યુલા.... અને 10 સવાલ-જવાબમાં જાણો શું ફાયદા મળશે...

69 વર્ષમાં 327 ગણો વધ્યો પગાર

- પગારપંચની પરંપરા 69 વર્ષ જૂની છે.
- 1947માં બનેલા પ્રથમ પગારપંચે ઓછામાં ઓછો પગાર 55 રૂપિયા નક્કી કર્યો હતો. કર્મચારીઓનો પગાર અત્યાર સુધી 327 ગણો વધી ચૂક્યો છે.

કેટલી વધશે મોંઘવારી?

- માર્કેટમાં પૈસા આવવાથી મોંઘવારી દોઢ ટકા વધી શકે છે.
- પણ ડિમાન્ડ વધવાથી દરમાં જે વધારો આવશે તેની ભરપાઈ ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીના નીચા દરથી થઈ જશે. એટલા માટે મોંઘવારી દર નહી વધે.

આ વધારાથી સરકારને પાછા મળશે 14 હજાર કરોડ

- ઈન્ડિયા રેટિંગ્સનું અનુમાન છે કે, પગાર વધારા બાદ લોકો 45,110 કરોડ રૂપિયા વધારે ખર્ચ કરશે. બચતમાં પણ 30,710 કરોડનો ફાયદો થશે.
- હાલ બેંક થાપણો 53 વર્ષનાં નીચલા સ્તરે છે
- લોકોની ઊંચી આવકથી સરકારને ઈનકમ ટેક્સ મળશે.
- વસ્તુઓની ખરીદી વધવાથી એક્સાઇઝ ડ્યુટી કલેક્શન પણ વધશે.
- બન્ને મળીને અંદાજે 14,134 કરોડ ટેક્સ તરીકે સરકારને પાછા મળશે.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડસ્ટ્રીમાં 15% થી વધુ વૃદ્ધિની અપેક્ષા

- ટીવી, રેફ્રિજરેટર જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસની માંગ વધશે. 
- વાર્ષિક 15% વધારાની અપેક્ષા છે.

ઓટો સેક્ટરમાં 15થી 20 % વધારાની શક્યતા

- ઓટો સેક્ટરમાં 15થી 20% સુધી વધારો થઈ શકે છે. માત્ર મારુતિએ જ તેના વેચાણમાં 25% વધારાની અપેક્ષા વ્યક્ત કરી છે.
- તેના ગ્રાહકોમાં 17% તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ જ છે.

70 વર્ષમાં સૌથી ઓછા વધારાની ભલામણ

- બેઝિક પગાર મામલે આ 70 વર્ષોમાં સૌથી ઓછા વધારાની ભલામણ છે. કારણ કે, આ વખતે 16% વધારાની વાત કહેવામાં આવી છે. જ્યારે છઠ્ઠા પગારપંચમાં બેઝિક પગાર 20% વધારવાની ભલામણ કરવામાં આવી હતી.

- પહેલા પગારપંચમાં રેલવેના ક્લાસ-4ના કર્મચારીની સેલરી 10 રૂપિયાથી 30 રૂપિયા સુધી વધારી હતી.